• A
  • A
  • A
પોરબંદર: 24 કલાક દુકાન ખુલ્લી રાખવાના નિર્ણયને લોકોએ આવકાર્યો

પોરબંદર: મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકારે 24 કલાક દુકાનો ચાલુ રાખવાની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. વર્ષ 1948થી રચિત શોપ એસ્ટેબલિસ એક્ટમાં ક્રાંતિકારી સુધારો કરતા આ કાયદા અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા વિસ્તારો, રેલવે પ્લેટફોર્મ, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ, પેટ્રોલ પંપ પર આવેલી દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે. આ નિર્ણયને પોરબંદરના લોકોએ પણ આવકર્યો છે.


મોટાભાગના લોકો કાયદા મુજબ, માત્ર સાંજે 6થી રાતે 11 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખતા હતાં, જ્યારે હવે આ કાયદો અમલમાં આવશે તો નાના વેપારીઓ અને સામાન્ય લોકોને વધુ આવક મળશે. જેથી આ નિર્ણયનો લોકોએ આવકાર કર્યો છે. પોરબંદર એ સુદામાની કર્મભૂમિ અને ગાંધીજીના જન્મ સ્થળ તરીકે ઓળખાતું હોવાથી રાત્રીના સમયે આવતા પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડતી અને રાત્રીના સમયે આવતા લોકોને જમવાનું પણ ન મળતું, પરતું સરકારના આ નિર્ણયથી પ્રવાસીઓને પણ રાત્રીના સમયે દુકાન કે રેસ્ટોરન્ટમાં ભોજન મળી રહેશે.

મોટાભાગની રેસ્ટરોરન્ટમાં કામ કરતા સામાન્ય પરિવારના લોકોને રાત્રીના સમયે રોજી રોટી મળશે. જેથી વેપારીઓની સાથે તેઓની આવકમાં પણ વધારો થશે.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  मुख्‍य पान

  राज्य

  देश

  विदेश

  व्‍यापार

  गुन्‍हेवृत्त

  क्रीडा

  मनोरंजन

  इंद्रधनू

  मैत्रिण

  फोटो आणि व्हिडिओ

  भ्रमंती

  ગુજરાતી ન્યૂઝ

  اردو خبریں

  MAJOR CITIES