• A
  • A
  • A
ઓરિસ્સા પર્વની સુરતમાં તડામાર તૈયારી

સુરત: ગુજરાતની સંસ્કૃતિ અને અને ઓરિસ્સાનું કલચર એકસાથે સુરતના સરસાના ખાતે આયોજિત ઓરિસ્સા પર્વમાં જોવા મળશે. બે દિવસ ચાલનારા આ ઓરિસ્સા પર્વને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ખુલ્લું મુકશે. સુરતમાં વસતા સાત લાખથી વધુ ઓરિસ્સા સમાજના લોકો પોતાની સંસ્કૃતિ અને કલા તેમજ કલચર વિશેની માહિતી મેળવે તેવા પ્રયાસ આ પર્વ દરમિયાન કરવામાં આવશે.


આ પ્રસંગે 50 હજારથી વધુની જનમેદની આ કાર્યક્રમમાં હાજર રહેશે, તેવો દાવો ઓરિસ્સા સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જ પુરીના ભગવાન જગન્નાથના સૌથી મોટા રથ સહિત સેન્ડ આર્ટની થીમ પણ પર્વમાં જોવા મળશે. સેન્ડ આર્ટની થિમમાં ભગવાન જગન્નાથ, ઓરિસ્સા અને ગુજરાતની સંસ્કૃતિને દર્શાવવામાં આવશે.

ઓરિસ્સા અને ગુજરાતની સંસ્કૃતિનું સુરતના સરસાના ડોમ ખાતે આયોજિત ઓરિસ્સા પર્વમાં એકસાથે મિલન જોવા મળશે. બે દિવસ ચાલનારા આ ઓરિસ્સા પર્વમાં 87 જેટલા ખાણી-પીણીના સ્ટોલ પણ લાગવાના છે. ઓરિસ્સામાં સૌથી પ્રખ્યાત ગણાતી ખાણી-પીણીની વાનગીઓ આ પર્વમાં જોવા મળશે. આ પર્વને રાજ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે, ત્યારે પચાસ હજારથી વધુ ઓરિસ્સા સમાજના લોકો હાજર રહેવાના છે.

સુરતના ટેક્સટાઇલ્સ ઉદ્યોગ સહિત વિવિધ શ્રેત્રમાં ઓરિસ્સા સમાજના વેપારીગણ અને ઉદ્યોગ સાહસિકો જોડાયેલા છે. જે આ પર્વમાં હાજરી આપશે. ઓરિસ્સા પર્વમાં ત્યાંની સંસ્કૃતિ, કલાકૃતિ તેમજ કલચરની અલગ અલગ ઝાંખીઓ પણ જોવા મળશે. તેમાં પણ ખાસ કરીને સેન્ડ આર્ટ પર જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખી પુરીના ભગવાન જગન્નાથની થીમ દર્શાવવા તૈયારી કરવામાં આવી રહી છે. આ સિવાય ગુજરાતના ગરબા અને ઓરિસ્સાની સંસ્કૃતિને પણ આ સેન્ડ આર્ટ દ્વારા અહીં ખુલ્લી મુકવામાં આવનાર છે. જે પર્વમાં આવનાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

સુરતના સરસાના સ્થિત ડોમ લ્હાતે રવિવારથી બે દિવસ માટે ઓરિસ્સા પર્વ ખુલ્લું રહેશે, ત્યારે ઓરિસ્સા સમાજના લોકોને મનોરંજ પણ પૂરું પાડવા ઓરિસ્સાના ફિલ્મ કલાકારો પણ હાજર રહેવાના છે. જે અલગ અલગ નૃત્ય અને સંગીત પર સમાજના લોકોને મનોરંજન પૂરું પાડશે. હાલ તો આ પર્વને લઈને ઓરિસ્સા સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  मुख्‍य पान

  राज्य

  देश

  विदेश

  व्‍यापार

  गुन्‍हेवृत्त

  क्रीडा

  मनोरंजन

  इंद्रधनू

  मैत्रिण

  फोटो आणि व्हिडिओ

  भ्रमंती

  ગુજરાતી ન્યૂઝ

  اردو خبریں

  MAJOR CITIES