• A
  • A
  • A
આગામી 24 કલાકમાં પોરબંદરમાં વરસાદની આગાહી

પોરબંદર: શહેરમાં ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે અને વરસાદ પાછો ખેંચવાથી ખેડૂતો પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. સામાન્ય રીતે જૂન મહિનામાં વરસાદની એન્ટ્રી થઇ ગઈ હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસુ મોડું પડવાંથી અનેક લોકો ચિંતિત બન્યા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા લોકો માટે સારા સમાચાર આવ્યાં છે.

ફાઈલ ફોટો


હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આવતી કાલે 11 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બની છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવું જણાઈ રહ્યું છે.
વધુમાં કહ્યું કે અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ અને દ્વારકા સહિત દીવમાં અને કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ સાઇક્લોનિક સિસ્ટમ મજબૂત થવાથી માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. જયારે વરસાદની આગાહીના સમાચારથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  मुख्‍य पान

  राज्य

  देश

  विदेश

  व्‍यापार

  गुन्‍हेवृत्त

  क्रीडा

  मनोरंजन

  इंद्रधनू

  मैत्रिण

  फोटो आणि व्हिडिओ

  भ्रमंती

  ગુજરાતી ન્યૂઝ

  اردو خبریں

  MAJOR CITIES