• A
  • A
  • A
આદિવાસી નેતા પ્રભુ ટોકીયાએ લોકસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત

સેલવાસ: સેલવાસમાં આદિવાસી એક્તા પરિષદ સંગઠનના પ્રભૂ ટોકીયાએ શુક્રવારે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં હાલના જનપ્રતિનિધિઓએ જનતાના કામ કરવાને બદલે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. પ્રશાસક હિટલરશાહી ચલાવે છે. આદિવાસીઓનું શોષણ થાય છે, ત્યારે દરેક જનપ્રતિનિધિને સાથે રાખી જનતા માટે કામ કરતી આમ આદમી પાર્ટીની જેમ દિલ્હી બાદ દાદરા નગર હવેલીમાં અમે કામ કરીશું.


પ્રભૂ ટોકીયાએ કહ્યું કે, દાદરા નગર હવેલી એક સંઘ પ્રદેશ છે અને અહીં દિલ્હીનું સીધુ શાસન છે. આ વિસ્તાર આદિવાસી મુલક હોય અહીં લોકસભા માટે આદિવાસી બેઠક અનામત છે, ત્યારે આદિવાસી ઉત્કર્ષ સંઘ તરીકે આદિવાસી સમાજ માટે કામ કરતી સંસ્થાના પ્રભુ ટોકીયાએ હાલના પ્રશાસન અને જનપ્રતિનિધીઓ પર ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરી આદિવાસીના હિત અને સમગ્ર દાદરા નગર હવેલીના હિત માટે લોકસભા ચૂંટણી તેમજ આગામી જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં પોતાના સંગઠનના કાર્યકરોને ઉભા રાખવાનું એલાન કર્યુ હતું.
પ્રભુ ટોકીયાએ આક્ષેપ કરતા કહ્યું કે, દાદરા નગર હવેલીમાં શિક્ષણનું સ્તર સતત નીચુ જઇ રહ્યું છે. અમે આ વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓ આઈએએસ, આઈપીએસ બને તેવું શિક્ષણસ્તર ઉભુ કરવા માગીએ છીએ. ઔદ્યોગિક એકમોમાં સ્થાનિકોને રોજગારી મળે ઉદ્યોગપતિઓ જનસેવાના કાર્યો કરે તે માટે એક આખો ઢાંચો તૈયાર કરવા માગીએ છીએ. હાલમાં શિક્ષણ, આરોગ્ય, ચેકડેમ, શૌચાલયમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ થયા છે.


ઉલ્લેખનીય છે કે, પ્રભૂ ટોકીયાએ થોડા દિવસ પહેલા પોલીસવડા દ્વારા પોતાના સંગઠનના મહિલા પ્રતિનિધિને અપમાન કરવાના મુદ્દે દાદરા નગર હવેલી બંધનું એલાન કર્યું હતું. જે મુદ્દા બાદ રાજકીય ક્ષેત્રે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. જેમા સ્થાનિક આદિવાસી નેતાઓ અને રાજકીય પ્રતિનિધિઓએ આદિવાસી સમાજને પડખે ઉભા રહેવાના બદલે પ્રશાસનના અને અધિકારીઓની તરફેણ કરી હતી, તો દાદરા નગર હવેલીને મહારાષ્ટ્રમાં ભેળવી દેવાની અફવાએ પણ આ વિસ્તારમાં ખાસ્સી ચકચાર જગાવી હતી. કદાચ આ કારણે જ આદિવાસી નેતા એવા પ્રભુ ટોકીયાએ રાજકારણમાં ઉતરવાનું મન બનાવ્યું હોય ત્યારે જોવાઇ રહ્યું છે.



CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  मुख्‍य पान

  राज्य

  देश

  विदेश

  व्‍यापार

  गुन्‍हेवृत्त

  क्रीडा

  मनोरंजन

  इंद्रधनू

  मैत्रिण

  फोटो आणि व्हिडिओ

  भ्रमंती

  ગુજરાતી ન્યૂઝ

  اردو خبریں

  MAJOR CITIES