• A
  • A
  • A
પોરબંદરના આદિત્યાણા ગામે ભાજપના 2 કાર્યકરોની હત્યા

પોરબંદર: જિલ્લાના આદિત્યાણા ગામે ગઈકાલે રાત્રે ભાજપના બે કાર્યકરોની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. આ બન્ને મૃતકોમાંથી એક નગરપાલિકાના કાઉન્સિલર છે.


આ અંગે મળતી માહિતી મુજબ, આદિત્યાણા ગામે રહેતા કાના રણમલ કડછા અને આદિત્યાણા નગરપાલિકાના કાઉન્સિલર હાજા ઓડેદરાની અજાણ્યા શખ્સોએ મધરાત્રીના સમયે હત્યા કરી હતી. આદિત્યાણામાં રહેતા કાના કડછા તેમના પત્ની ગીતા રણમલ કડછા તથા પુત્ર કરણ કાના કડછાને મધરાતે કોઈ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે માર માર્યો હતો. જેને પગલે તેઓને તાત્કાલિક પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કાના રણમલ કડછાનું મોત નીપજ્યું હતું. હાલ તેમની પત્ની અને પુત્ર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

આ ઉપરાંત અન્ય એક બનાવમાં આદિત્યાણાના રામાપીર મંદિર પાસે હાજાભાઈ ઓડેદરા પર પણ અજાણયા શખ્સોએ હુમલો કરતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવથી આદિત્યાણા ગામે શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ બંન્ને મૃતકો ભાજપના કાર્યકરો હોય, રાણાવાવ તાલુકાના પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ ઓડેદરા તાત્કાલિક હૉસ્પિટલે દોડી ગયા હતા. તેઓએ મીડિયાને જણાવ્યું કે, મને સવારે 6 વાગે ઘટનાની જાણ થઇ હતી. આ બન્ને સાથે મારે નજીકના સંબંધ છે. હાજાભાઈ મારા મિત્ર સમાન હતા અને સુખ-દુખ ના સંગાથી હતા, જ્યારે કાનાભાઈ કડછા ભાજપના કાર્યકર હતા. તેમના પત્ની ગીતાબેન આમારા ઘરે ઘરકામ કરવા આવતા. જયારે હાજાભાઇ અવિવાહિત છે અને તેના પરિવારમાં ત્રણ ભાઈઓ અને એક માતા છે.

આ ઘટનાના કારણ અંગે પુછતા કરસનભાઈએ જણાવ્યુ કે, આ હત્યા કોઈ રાજકીય કારણે થઇ છે કે અંગત કારણોસર તે પોલીસ તપાસમાં બહાર આવશે. હાલ હત્યારાઓને પકડવા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડા અને રાણાવાવ પોલીસ સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  मुख्‍य पान

  राज्य

  देश

  विदेश

  व्‍यापार

  गुन्‍हेवृत्त

  क्रीडा

  मनोरंजन

  इंद्रधनू

  मैत्रिण

  फोटो आणि व्हिडिओ

  भ्रमंती

  ગુજરાતી ન્યૂઝ

  اردو خبریں

  MAJOR CITIES