• A
  • A
  • A
ઢોર માલિકો સાવધાન, હવે રસ્તા પર ઘાસચારો વેંચશો કે ઢોર છુટા મુકશો તો થશે આવું

પોરબંદરઃ શહેરમાં અકસ્માત નોતરતા રેઢીયાળ મુકેલા ઢોરના માલિકો અને ગંદકી ફેલાવતા તત્વો સામે તથા ફૂટપાથ પર રાહદારીઓને મુશ્કેલી પડે તેવી રીતે ઘાસચારો વેંચતા લોકો પર નગરપાલિકા સહિત પોલીસે લાલ આંખ કરી છે. DySP પટેલની સૂચના અનુસાર પોલિસે આ અંગે કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.


આ અંગે મળતા અહેવાલ મુજબ શહેરના ભોજેશ્વર પ્લોટ શેરી નં-1માં રહેતા રબારી ખીમાભાઇ જેઠાભાઇ ઉલવાએ તેમની માલિકીના ઢોરને જાહેર જગ્યામાં ગંદકી કરતા અને નડતર રુપ થાય તે રીતે છુટા મુકી દેતાં મંગળવારે તેમના વિરુદ્ધ પોરબંદર કમલાબાગ પોલીસ દ્વારા અડચણ તથા ગંદકી કરી જાહેરમાં ત્રાસ દાયક કૃત્ય કર્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.


આ ઉપરાંત રાણાવાવ પીપળીયા રોડ ખોજા સોસાયટીમાં રહેતા બદરૂદીન મેરાલી જિંદાણી તથા છાયા પંચાયત ચોકી પાસે લખમણ પરમાર જાહેર ફુટપાથ ઉપર અકસ્‍માત થાય તેમ ભયજનક રીતે લોકોને અવર જવરમાં અડચણ થાય તેમ ગદબ અને લીલા ઘાસચારાનુ વેંચાણ કરતા મળી આવતાં તેના પર પોલીસે ગુન્હો નોંધ્યો હતો. જયારે ઘાસચારા ભરેલ બે વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. વ્યવસાય સ્થળે ગંદકી ફેલાવતા સાત જેટલી દુકાનના માલિકોને દંડ ફટકાર્યો હતો.

નગરવાસીઓએ પોલીસ કાર્યવાહીની સરાહના કરતા ગાંધીજીની જન્મભૂમીને સ્વચ્છ બનાવવામાં સાથ આપી રહ્યા છે. અનેક સંસ્થાના લોકો પણ સ્વછતા અંગેની ઝુંબેશમાં આગળ આવ્યા હતા. આગામી દિવસોમાં તંત્રની આ ઝુંબેશ વધુ કડક બનવાના એંધાણ મળતાં ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  मुख्‍य पान

  राज्य

  देश

  विदेश

  व्‍यापार

  गुन्‍हेवृत्त

  क्रीडा

  मनोरंजन

  इंद्रधनू

  मैत्रिण

  फोटो आणि व्हिडिओ

  भ्रमंती

  ગુજરાતી ન્યૂઝ

  اردو خبریں

  MAJOR CITIES