• A
  • A
  • A
આ મહિલાએ ભગવા ધારણ કરી સેવાની અલખ જગાવી!

પોરબંદર: 8 માર્ચ એટલે મહિલા દિન ભારતમાં મધર ટેરેસાથી લઇ અનેક મહિલાઓ સેવાકીય કર્યોથી અનેક લોકો ઓળખે છે, ત્યારે સોરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના ભેસાણના પરબ ધામના મહિલા સંત અમર માં થઇ ગયા, જે ખભે જોરી ફેરવી અનેક ભૂખ્યાની આંતરડી ઠારતા અને કુષ્ટ રોગીઓની સેવા કરતા હતા.


આ સેવાભાવી કામથી પ્રેરાઈને પોરબંદરમાં પણ એક મહિલાએ ભગવા ધારણ કરી આજે સેવાની અલખ જગાવી રહ્યા છે. પોરબંદર નજીક દેગામ ગામે સામાન્ય ખેડૂત (સુંડાવદરા ) પરિવાર માં જન્મેલ દેવીબેન જેઓ બચપણથી જ માતાપિતાના સાનિધ્યમાં સંત અને મહાત્માઓના પરિચયમાં આવ્યા હતા, તેઓ ભક્તિભાવી હતા. રામાપીરના પાઠ પ્રસંગે પણ જતા આથી ધાર્મિક બાબતોમાં વધુ રુચિ જાગી હતી.
દેવીબેનની મહેર જ્ઞાતિ હોવાથી તેમના લગ્ન પોરબંદરના સમૃદ્ધ કેશવાલા પરિવારમાં થયા હતા. જ્યાં પરિવારમાં સતી લીરબાઇ માંની ભક્તિ કરતા ઉપરાંત પરિવારમાં ત્રણ બાળકો હોય અને પતિના અવસાન બાદ ત્રણેય બાળકોના લગ્ન કર્યા અને આધ્યાત્મિક બાબતોમાં વધુ રુચિ વધતા દેવીબેને ભગવા ધારણ કરવાનો નિર્ણય લીધો હતો.
દશેક વર્ષ પહેલા તેમના ગુરુભાઈ લખમણ દાસ બાપુ અને દેવી બેનને પરબધામના ગુરુ કરસન દાસ બાપુએ તેમને ગુરુમન્ત્ર આપ્યો હતો. ત્યારથી દેવીબેન દેવીમાં તરીકે ઓળખાય છે.
દેવી માંના જણાવ્યા અનુસાર આજે મોટા ભાગની મહિલાઓ ઘર કંકાસ અને ટેન્સનના કારણે આત્મહત્યા કરી લે છે, પરંતુ નારીએ નારાયણીનું સ્વરૂપ છે નારીથી જ નારી ઉપજે નારી માં શક્તિ છે નારી ને શક્તિ રૂપે સમજવી સત્ય કામ કરવું, દુઃખના દિવસ માં જાનકીને પણ આવ્યા હતા, પરંતુ દુઃખથી ભાગવું નહિ આને સત્યને સાથે રાખી દુઃખ સામે જજુમવું જોઈએ.
હાલ તેઓ પોરબંદરથી 6 કિમી દૂર આવેલ લીરબાઇ માં આશ્રમ ખાતે જ રહે છે અને સેવાની જ્યોત પ્રગટાવી રહ્યા છે. દેવીબેન એક નારી હોવા છતાં તે નિત્ય ક્રમ મુજબ ખંભે જોરી લઇ દરરોજ સવારના સમયે નજીકની વાડીઓમાં જઈને "અલખ જોરી " ફેરવે છે અને લોકો તે જોરીમાં રોટલા અને રોટલીનું દાન કરે છે, જે આશ્રમમાં લાવી ભૂખ્યાને ભોજન અપાય છે અને ગાય અને કુતરાઓને પણ અપાય છે કહેવાય છે ને ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’.
આશ્રમ નજીકની વળી માં રહેતા ખોળા ભાઈના જણાવ્યા અનુસાર દેવીમાં શિયાળો ઉનાળો કે ચોમાસુ કોઈ પણ ઋતુ ની પરવાહ કર્યા વગર જોરી લઇને ટુકડો લેવા આવે છે, ત્યારે સતદેવી દાસ અમરદેવીદાસ બોલે છે એટલે અમારા ઘરની મહિલાઓ તેમની જોરીમાં ટુકડો આપે છે. રોજ આ સેવા કાર્યમાં અમે પણ સહભાગી બનીયે છે. લીરબાઇ માં આશ્રમના લક્ષમણદાસ બાપુના જણાવ્યા અનુસાર આ આશ્રમમાં મારા ગુરુ બહેન એવા દેવીમાં દ્વારા ગરીબ લોકોની સેવા કરવામાં આવે છે. દર પૂનમના દિવસે રામદેવજી મહારાજનો પાઠ થાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પધારે છે. આ મંદિરમાં દોઢ મહિનામાં બાદ રામદેવ પીર સહીત લીરબાઇ માં અને ખોડિયાર માં અને ચામુંડા માંની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  मुख्‍य पान

  राज्य

  देश

  विदेश

  व्‍यापार

  गुन्‍हेवृत्त

  क्रीडा

  मनोरंजन

  इंद्रधनू

  मैत्रिण

  फोटो आणि व्हिडिओ

  भ्रमंती

  ગુજરાતી ન્યૂઝ

  اردو خبریں

  MAJOR CITIES